Write Share what's happening in your neighborhood

વિશ્વ રંગમંચના દિવસે રંગમંચ પર કેટલાક સવાલો નાટક દ્વારા ઉજાગર કરવામાં આવ્યા

Shivani Shah,

Scrapyard, Paldi, Ahmedabad, Gujarat, India

27 માર્ચ 2019, વિશ્વ રંગમંચ દિવસ નિમિતે નેશનલ પીસ ગ્રૂપ અને બુધન થિયેટર દ્વારા સ્ક્રેપ યાર્ડ , પાલડી, અમદાવાદ ખાતે શેરી નાટકો અને ચર્ચા નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત નેશનલ પીસ ગ્રૂપ દ્વારા દુષ્યંત કુમારનાં ગીત હો ગઈ હૈ પીર પર્વતસી પિઘલ ની ચાહીએ થી કરવામાં આવી. ત્યાર બાદ બુધન થિયેટરનાં સંસ્થાપક દક્ષિણ છારા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં નાટકનાં ઇતિહાસ અને ભારતમાં શેરી નાટક ની શરૂઆત ને લઈને વાત કરવામાં આવી. સાથે જ ભારતમાં શેરી નાટક એક રાજનૈતિક સમજ અને લોકોનાં મુદ્દાઓ ને ઉજાગર કરવા માટે હોવું જોઇએ, પણ આજનાં સમયમાં લોકો ફક્ત મનોરંજન પૂરતું જ નાટક જોવા માંગે છે અને વિચાર, પરીવર્તન અને જાગૃતિ ના નાટકો ને પસંદ કરતાં નથી. મુખ્યત્વે કોઈ પણ દેશ માં ક્રાંતિ માટે ત્રણ મહત્વના પરિબળો રહેલા છે જેમાં કલાકાર, પત્રકાર, આર્ટિસ્ટ ગ્રૂપ, એડમિનિસટ્રેટિવ અને ક્લરજી ક્લાસ જો વ્યવસ્થા સામે જો ખોટું થઈ રહેલ હોય તેના સામે સવાલો ઊભા કરતાં હોય તો રાજનૈતિક પરીવર્તન થઈ શકે છે. ગુજરાતી ફિલ્મ કલાકાર અને કવિ વૈશાખ રાઠોડ દ્વારા તેમની લખેલ કવિતા જમ્હુરિયત મટન માર્ટ અને ફિલ્મ ઓડિશન કાસ્ટિંગ કોલ તેમના દ્વારા પઠન કરવામાં આવી. કવિતા અને વક્તવ્ય પછી નેશનલ પીસ ગ્રૂપ દ્વારા શેરી નાટક ભીડ લેખન અને દિર્ગદર્શન દિર્ગદર્શન હોજેફા ઉજ્જૈની અને બુધન થિયેટર દ્વારા ગિરગિટ લેખન અંતોન ચેખવ અને દિર્ગદર્શન આતિશ છારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું અને નાટક મંચન પછી લોકો સાથે ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમ માં ફોટોગ્રાફી અશોકભાઈ દ્વારા કરવામાં આવી અને કાર્યક્રમ નું સંચાલન આતિશ છારા દ્વારા કરવામાં આવ્યું હતું. ભીડ નાટક વિશે દેશમાં વધી રહેલ ભીડની સંસ્કૃતિનાં વિરોધમાં શેરી નાટક ભીડ એક ચોટદાર નાટક છે. આ નાટક ભીડ દ્વારા કરવામાં આવેલ હિંસાના બનાવો ને દર્શાવી તેની ક્રૂરતા અને તેના પાછળની નફરત ની રાજનીતિ ને સીધી રીતે ઉજાગર કરે છે. તેમજ વિવિધ પ્રકારની કટ્ટર વિચારધારાઓ થી પ્રેરિત ભીડ અને સત્તા તંત્ર દ્વારા ખુલ્લો દૌર આપવાં આવેલ ભીડના ચેહરાઓ ને નાટક દ્વારા ખુલ્લાં પાડવાં આવે છે. તેમજ આ ભીડની સંસ્કૃતિ માનવતા માટે અને દેશના બંધારણ માટે ખતરા રૂપ છે તેવો સંદેશો આપે છે. ગિરગિટ નાટક વિશે નાટક ગિરગિટ આજની દેશની અને ખાસ કરીને ગુજરાતની સાંપ્રત રાજનૈતિક પરિસ્થિતી નો ખુલ્લી રીતે પર્દાફાસ કરતું નાટક છે. જેમાં રાષ્ટ્રવાદ, કોમવાદ, જાતિવાદ, મહિલાઓનાં સવાલ, ભીડ દ્વારા હિંસા અને દેશ ભરમાં વધી રહેલ ભયનાં વાતાવરણનાં વિરોધમાં બેબાક રીતે શોષિતોનો અવાજ બુલંદ કરતું નાટક છે. નાટક ગિરગિટ લોકોનાં વચ્ચે ગિરગિટનાં રૂપક થી વિચારવા માટે સવાલ ઊભો કરે છે કે આખરે ગિરગિટ કૌન છે? રાજનૈતિક કટાક્ષોથી ભરપૂર નાટક અંતે ગંભીર સવાલો પર પ્રેક્ષકોનું ધ્યાન દોરે છે અને અંધરાષ્ટ્રવાદનાં સામે દબાઈ ગયેલ લોકોનાં સવાલો રોજગારી, શિક્ષા, શોષિતો પર થતાં અત્યાચારો વગેરે ને ઉજાગર કરે છે.

Comment