Shivani Shah,
Chandranagar Six Road, Pankaj Society, Chandra Nagar, Bhatta, Paldi, Ahmedabad, Gujarat, India
આપણે ત્યાં વાર-તહેવાર પ્રમાણે જેમ ખાણી-પીણીનું મહત્વ છે તેવી જ રીતે મસાલા, અનાજ ભરવાની પણ એક નક્કી કરેલી ઋતુ છે. ચોમાસામાં પાક ઉગ્યા પછી જ્યારે શિયાળામાં લલણી થઈને પાક ઉનાળામાં શહેરમાં આવે ને પછી ૧૨ મહિના માટે એને ભરી લેવાની ઘર ઘરમાં શરૂઆત થાય. પહેલાના જમાનામાં તો લોકો ઘરે ઘઉં, ચોખા વીણવા બેસતા પણ આજના જમાનામાં હવે લોકો ચોખ્ખા ઘઉં કે અનાજની આશા રાખે છે જેથી કરિયાણાની દુકાન વાળા હવે પહેલા અનાજ ચોખ્ખુ કરાવે અને પછી વેચે જેનો આ નમૂનો કે અહીં દુકાનની બહાર ઘઉં વેણવા વાળા બહેનો બેઠા છે.
Comment